લોઢવા ગામે બપોરે 4:30 વાગ્યાની આસપાસ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. થોડી ક્ષણના વંટોળે ગામમાં ભારે વિનાશ વેર્યો છે. ગામમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. તોફાની પવનના કારણે વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, તો સેંકડો ઘરના છાપરા ઉડી જવાના કારણે લોકો નોંધારા બની ગયા છે. જ્યારે તોફાની પવન સાથે તૂટી પડેલા વરસાદના કારણે ખેતરમાં પાકને નુક્સાન થયું છે.