¡Sorpréndeme!

67 હજારથી વધુ પશુઓ બન્યા લમ્પી વાયરસનો ભોગ

2022-08-07 370 Dailymotion

રાજ્યમાં 22 જિલ્લાઓ લમ્પીથી અસરગ્રસ્ત થયા છે. જેમાં અત્યાર સુધી 67 હજારથી વધુ પશુઓ લમ્પી વાયરસનો ભોગ બન્યા છે. તેમાં 2387 પશુઓના અત્યાર સુધી લમ્પીથી મોત થયા

છે. તેમજ અત્યાર સુધી રાજ્યમાં 23 લાખ કરતા વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તથા ગત 24 કલાકમાં 2171 લમ્પી વાયરસના કેસ નોંધાયા છે.

ગત 24 કલાકમાં 2171 લમ્પી વાયરસના કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે સૌથી વધારે બનાસકાંઠામાં 713 કેસ નોંધાયા છે. તથા દ્વારકામાં લમ્પી વાયરસના 471 કેસ નોંધાયા છે. તેમજ બનાસકાંઠા જિલ્લામાં લમ્પીનો કહેર જોવા મળ્યો છે. જેમાં

24 કલાકમાં વધુ 713 પશુઓ લમ્પીથી સંક્રમિત થયા છે. તથા સંક્રમિત પશુઓનો આંક 5217એ પહોંચ્યો છે. તેમજ જિલ્લામાં વધુ 22 પશુના લમ્પીના કારણે મોત થયા છે. તથા અત્યાર

સુધી જિલ્લામાં 143 પશુના મોત થયા છે.

પાટણ જિલ્લામાં લમ્પીના વધુ 400 કેસ નોંધાયા

તેમજ પાટણ જિલ્લામાં લમ્પી વાયરસનો તાંડવ જોવા મળ્યો છે. જિલ્લામાં લમ્પીના વધુ 400 કેસ નોંધાયા છે. તથા લમ્પીના કારણે વધુ 8 પશુઓના મોત થયા છે. તેમજ જિલ્લામાં

અત્યાર સુધીમાં 30 પશુઓના મોત થયા છે. તથા સૌથી વધુ કેસ કચ્છ બોર્ડરને અડીને આવેલા સાંતલપુર તાલુકામાંથી સામે આવી રહ્યા છે. તથા જિલ્લામાં કુલ અત્યાર સુધીમાં 30

પશુઓના મોત થયા છે. તથા પાટણ જિલ્લામાં તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 56733 હજાર જેટલા પશુઓનું રસીકરણ કરાયું છે.