¡Sorpréndeme!

ગુજરાત અને અમદાવાદ પોલીસ 15 ઓગસ્ટને લઈને સતર્ક

2022-08-04 190 Dailymotion

પંદરમી ઓગસ્ટના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે. તેમ તેમ ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ દ્વારા શહેર અને રાજ્યમાં સતર્કતા વધારી દીધી છે. થોડા સમય પહેલા NIA અને ATSની ટીમ દ્વારા ગુજરાતના ચાર જિલ્લાઓમાં જેમાં અમદાવાદ, સુરત, નવસારી અને ભરૂચમાં તપાસ હાથ ધરવામાં આવી. આ બધાં વચ્ચે અમદાવાદ પોલીસે બાતમીના આધારે સરખેજ વિસ્તારમાંથી લતીફ સમા, નાસીર ખફી અને ઈરફાન શેખની ધરપકડ કરી. પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે ત્રણ હથિયાર અને 16 જીવતા કારતૂસ જપ્ત કર્યાં. પોલીસ પકડમાં આવેલા આ શખ્સો સોશ્યિલ મીડિયા મારફતે ગ્રાહકોને હથિયારનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું. જામનગરથી હથિયારની ડીલીવરી આપવા અમદાવાદ આવતા પોલીસે તેમને ઝડપી લીધા હતા.