¡Sorpréndeme!

ઝઘડિયાના રાજપુરાથી રૂપાણીયા ગામે જવાના રસ્તે ટ્રેકટર તણાયું

2022-08-03 165 Dailymotion

ભરૂચમાં એક ટ્રેક્ટર તણાઈ જવાની ઘટના સામે આવી છે. અહીં ઝઘડિયા તાલુકાના રાજપુરાથી રૂપાણીયા ગામે જવાના રસ્તે ટ્રેકટર તણાયું હોવાની ઘટના બની છે. આ ગામના રસ્તે પાણી પ્રવાહ સતત જોવા મળ્યો હતો, જોકે આ વચ્ચે ટ્રેકટર ચાલકે જોખમ ઉઠાવી રસ્તો પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ધસમસતા પ્રવાહ વચ્ચે ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર પરનું બેલેન્સ ગુમાવતા ટ્રેક્ટર તણાઈ ગયું હતું. ભારે વરસાદને પગલે મધુમતિ ખાડીમાં પાણી ભરાતા એક ખેડૂતનું ટ્રેકટર તણાયું હતું. જોકે જ્યારે ટ્રેક્ટર તણાયું ત્યારે ટ્રેક્ટર ચાલક પાણીમાં કુદી પડ્યો હતો અને તેનો આબાદ બચાવ થયો હતો. અંતે ટ્રેક્ટર પાણીમાં એક જગ્યાએ અટકી ગયું હતું. આ દરમિયાન ત્યાંના લોકોએ ટ્રેક્ટરને બહાર લાવવા માટે એક ક્રેન બોલાવવી હતી અને ક્રેન દ્વારા ટ્રેક્ટર બહાર કઢાયું હતું.