¡Sorpréndeme!

ભગવાન શિવને જળાભિષેક કેમ પ્રિય છે?

2022-08-02 468 Dailymotion

આપણને બધાને ખબર છે કે સમુદ્ર મંથન સમયે અમૃત અને વિષનો કળશ નીકળ્યો હતો પણ વિષ પીવાનું આવ્યું ત્યારે દેવ અને દાનવો બધાએ પીછેહઠ કરી હતી, આ વિષ કોઈ પચાવી શકે તેમ ન હતું. ત્યારે આ સંસારનું હિત કરવા ભોલેનાથે આ હળાહળ વિષ પોતાના કંઠમાં ધારણ કરી લીધું. પણ આ વિષની ગરમીને કારણે ભોલેનાથને ચક્કર આવવા લાગ્યા, તેમને ગરમી થવા લાગી. આથી આ વિષની ગરમી ઓછી કરવા શિવજીએ ચંદ્રમાને પોતાના સિરે ધારણ કર્યા. જેથી ભોલેનાથના ચક્કર પણ ઓછા થયા અને ગરમી પણ ઓછી થઈ. બસ ત્યારથી ભગવાન શિવની ગરમીને શાંત કરવા ભક્તો શ્રાવણ માસમાં જલાભિષેક કરે છે.