¡Sorpréndeme!

નેશનલ હેરાલ્ડની ઓફિસમાં EDના દરોડા

2022-08-02 247 Dailymotion

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીમાં નેશનલ હેરાલ્ડની ઓફિસ પર દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ED ઓફિસની તપાસ કરી રહી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
EDએ તાજેતરમાં નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. એટલું જ નહીં, આ પહેલા રાહુલ ગાંધીને પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ EDની કાર્યવાહી સામે કોંગ્રેસે દેશભરમાં સત્યાગ્રહ કર્યો હતો.