¡Sorpréndeme!

માતાના મૃતદેહને પાટિયા પર બાંધી દીકરાઓ બાઇક પર 80km લઇ ગયા

2022-08-01 721 Dailymotion

એમપી અજબ હૈ.. આ કહેવત એમ જ કહેવાતી નથી. કહેવા માટે અહીંના રસ્તા અમેરિકા જેવા છે, શહેરો સ્માર્ટ બની ગયા છે અને આખા રાજ્યમાં આરોગ્યની સુવિધાઓ સારી છે. પરંતુ દર્દીના મૃત્યુ બાદ મૃતદેહને ઘરે લઇ જવા માટે મૃતદેહ પણ ઉપલબ્ધ નથી. તાજેતરનો મામલો મધ્યપ્રદેશના શહડોલથી સામે આવ્યો છે. શહડોલ મેડિકલ કોલેજમાં રવિવારે એક મહિલાના મોત બાદ જિલ્લા હોસ્પિટલે મૃતકના પરિવારજનોને મૃતદેહ ઘરે લઈ જવા માટે શબ વાહન પણ ઉપલબ્ધ કરાવ્યું નહોતું. ત્યારબાદ પુત્રોને માતાના મૃતદેહને લાકડાના પાટા પર બાંધીને બાઇક દ્વારા 80 કિમી દૂર શહડોલ જિલ્લાથી પડોશી અનુપપુર જિલ્લામાં માતાના મૃતદેહને તેમના ઘરે લઈ જવો પડ્યો હતો.