¡Sorpréndeme!

દેડિયાપાડા તાલુકાના ફુલસરથી બેબાર ગામ વચ્ચે બે નાળા તુટી ગયા

2022-07-31 86 Dailymotion

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના બે ગામના લોકો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અહીં ફુલસરથી બેબાર ગામ વચ્ચે દુથર અને ટેકવાડા ગામના રસ્તા પર આવેલા બે નાળા તૂટી જતાં બંને ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. તો અહીંના ગ્રામજનોને એક ગામથી બીજે ગામ જવું ભારે પડ્યું છે, તો વિદ્યાર્થીઓ અને વાહનચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો એક મહિનાથી બેબાર અને દુથર ગામે વીજળી ન હોવાના કારણે લોકોએ અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં અહીં વાહન વ્યવહાર, ઇમરજન્સી, 108ની સેવા, એસટી બસ સેવા બંધ હોવાથી ગ્રામવાસીઓ સંપર્ક વિહોણા બની ગયા છે.