કચ્છ જીલ્લામાં લમ્પી વાઇરસના કારણે હજારો પશુઓના મોત થયા થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ભુજના નાગોર રોડ નજીક આવેલી પાલિકાની ડમ્પીગ સાઈટમાં ખુલ્લામાં મૃત પશુઓનો નિકાલ કરવામાં આવતો હોવાનો વિડીયો વાઈરલ થયો છે. સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબ ડમ્પિંગ યાર્ડમાં મૃત પશુઓનો ખડકલો થયો હોય તેવા દર્શ્યો સર્જાયા છે.