¡Sorpréndeme!

ભાવનગરમાં વિદ્યાર્થીઓ મોતના જોખમે મુસાફરી કરવા મજબૂર

2022-07-29 1,108 Dailymotion

ભાવનગરના તળાજામાં એસટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તેથી ધારાસભ્ય કનુ બારૈયાએ એસટી વિભાગમાં રજૂઆત
કરી છે. જેમાં તળાજા પંથકમાં એસ.ટી બસની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ મોતની સવારી કરી રહ્યા છે.

તળાજાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ તળાજા ખાતે શિક્ષણ મેળવવા માટે આવે છે. પરંતુ ગામડાઓમાં એસ.ટી બસની અપૂરતી સુવિધાના લીધે હેરાન થવું પડે છે. તેવામાં જાગૃત

નાગરિક દ્વારા સ્કૂલના બાળકો એસ.ટી બસમાં જગ્યા ન હોવાથી નાછૂટકે છકડો રીક્ષામાં મુસાફરી કરતા હોય તેવો વીડિયો વાયરલ કર્યો છે. વીડિયો વાયરલ થતા તળાજાના ધારાસભ્ય કનુ

બારૈયા એ એસ.ટી વિભાગમાં બસ માટે રજૂઆત કરી છે.