અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલી કોસ્મેટિક બનાવતી કંપનીના ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગે કાબુ મેળવવા માટે ભારે ઝહેમત ઉઠાવવી પડી હતી. ગોડાઉનની નજીક અન્ય દબાણને કારણે ફાયર ફાઇટર્સ અંદર જઇ ન શકતા ગોડાઉનથી 200 મીટર દુર ફાઇટર્સ ઉભા રાખવાની ફરજ પડી હતી