ઈરાકમાં હવે શ્રીલંકા જેવો વિરોધ થઈ રહ્યો છે. સેંકડો ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ બુધવારે બગદાદમાં સંસદ ભવન પર કબજો કર્યો. અલ જઝીરાના અહેવાલ મુજબ મોટાભાગના દેખાવકારો ઈરાકી શિયા નેતા મુક્તદા અલ-સદ્રના સમર્થક છે. વિરોધીઓ ઈરાન સમર્થિત પાર્ટી દ્વારા ભૂતપૂર્વ પ્રધાન અને ભૂતપૂર્વ પ્રાંતીય ગવર્નર મોહમ્મદ શિયા અલ-સુદાનીની વડાપ્રધાન માટે ઉમેદવારીનો વિરોધ કરી રહ્યા છે.