¡Sorpréndeme!

ભાવનગરમાં લઠ્ઠોથી અસરગ્રસ્ત થયેલા 13 દર્દીઓ પ્રાથમિક સારવાર બાદ ફરાર

2022-07-27 269 Dailymotion

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં બોટાદ અને બરવાળામાં થયેલો લઠ્ઠાકાંડ સતત ચર્ચાનો વિધાય બની રહ્યો છે. લઠ્ઠાકાંડને પગલે આરોગ્ય વિભાગની સાથે સાથે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. હાલ ઝેરી દારુ પીવાથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓને ભાવનગર તેમજ અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે ભાવનગરની સિવિલ હોસ્પીતાલ્માથી ઝેરી દારૂના અસરગ્રસ્ત ૧૩ દર્દીઓ પ્રાથમિક સારવાર બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચેથી પણ ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.