¡Sorpréndeme!

લઠ્ઠાકાંડ બાદ પણ રાજકોટમાં ખુલ્લેઆમ ધમધમી રહી છે દેશી દારૂની ભઠ્ઠીઓ

2022-07-26 793 Dailymotion

હાલ રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઝેરી દારુ પીવાને કારણે અનેક લોકો જીવન અને મરણ વચ્ચે શ્વાસો ભરી રહ્યા છે. બોટાદ, બરવાળા અને અમદાવાદ સહીત અનેક વિસ્તારોમાં ઝેરી દારુ પીવાથી લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે રાજકોટ જીલ્લામાં હજુ પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો ફર્દાફાશ થયો છે. રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને મૃતકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજકોટ જીલ્લામાં ચાલી રહેલા દેશી દારૂના વેચાણ અને ઉત્પાદનનો પર્દાફાશ થતા સ્થાનિક લોકોમાં રોષનો માહોલ સર્જાયો છે.