¡Sorpréndeme!

ભિલોડા પંથકમાં બે ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસ્યા

2022-07-23 39 Dailymotion

અરવલ્લી જિલ્લામાં શનિવાર સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. દિવસ દરમિયાન સૌથી વધુ વરસાદ ભિલોડા તાલુકા માં બે ઇંચ થયો હતો. આ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ઈડર શામળાજી માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ગોવિંદનગર વિસ્તારમાં કેટલાક મકાનોમાં વરસાદી પાણી ઘુસી જતાં લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો. ઘરનો સામાન પલળી જતા લોકોમાં દોડધામ મચી હતી. મોડાસા અને મેઘરજ પંથકમાં પણ વરસાદી ઝાપટાં થયા હતા.જિલ્લામાં રવિવારે પણ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. કેટલાક વિસ્તારોમાં ભારે પણ વરસાદ પડે તેવી શક્યતાઓ હોય તંત્ર એલર્ટ થયું છે.