¡Sorpréndeme!

કપડવંજની તોરણા પોસ્ટ ઑફિસમાં રૂ.1.13 કરોડની ઉચાપત

2022-07-21 334 Dailymotion

કપડવંજ તાલુકાના તોરણામાં આવેલ તોરણા સબ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતાં પોસ્ટ માસ્તર અને ડાક સેવકે ભેગા મળીને ગ્રાહકોની ખોટી સહી તેમજ સરકારી રેકર્ડમાં ખોટી નોંધ પાડીને રૂ. 1.13 કરોડની કાયમી અને હંગામી ઉચાપત કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. કપડવંજ રૂરલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કપડવંજની કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ માગ્યા હતા. જે બાદ કોર્ટે બંને આરોપીઓના તા.25મી સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.