¡Sorpréndeme!

વાદળ ફાટવાની ઘટના ચીનનું ષડયંત્ર । તેલંગણાના CMનું વિચિત્ર નિવેદન

2022-07-19 46 Dailymotion

સમગ્ર દેશમાં અષાઢી માહોલ ભરપુર જામી ગયો છે. ઉત્તરાખંડ, હિમાચલ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યો પાણી... પાણી.. થઈ ગયા છે. મહારાષ્ટ્ર, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડમાંથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો ઉત્તરાખંડમાં આજે સ્કૂલ બસ તણાઈ હોવાની ઘટના સામે આવી છે. જોકે સ્થાનિકોએ જીવના જોખમે બસના ડ્રાઈવર અને હેલ્પરને બહાર કાઢ્યા હતા. જોકે સદનસીબે બસમાં કોઈ બાળક ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જોકે મહત્વની વાત એ છે કે, વાદળ ફાટવાની ઘટનાને પણ રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવના મતે ભારતમાં વાદળ ફાટવાની ઘટના પાછળ ચીનનું ષડયંત્ર છે.