¡Sorpréndeme!

અમદાવાદમાં વરસાદ વચ્ચે સાબરમતીના નવા પુલ પરથી પસાર થઈ મેટ્રો ટ્રેન

2022-07-19 1,142 Dailymotion

અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં મેટ્રો રેલના પ્રથમ ફેઝ પ્રોજેક્ટ અંતર્ગત થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા થલતેજથી કાંકરિયા સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં અમદાવાદમાં ઝરમર વરસાદ વચ્ચે સાબરમતીના નવા પુલ ઉપરથી પસાર થતી મેટ્રો ટ્રેન જોઈ શકાય છે. આમ, આ ટ્રાયલ રન સફળતાપૂર્વક રહેવાને લીધે ઓગસ્ટ મહિનામાં શહેરના મેટ્રો રૂટ પર મેટ્રો ટ્રેન શરૂ થવાની સંપૂર્ણ શક્યતા છે.