મુન્દ્રામાંથી ઝડપાયેલા 376 કરોડના હેરોઇન પ્રકરણની તપાસના તાર પંજાબ સુધી લંબાયાની હકીકત સાચી પડી રહી હોય તેમ એટીએસ દ્વારા દુબઇથી માલ
મંગાવનાર શખ્સને પંજાબથી પકડી પાડવામાં આવ્યો હતો અને ભૂજની એનડીપીએસ કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.