ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સૂકાઈ ગયેલી નદીઓમાં નવા નીર આવ્યા છે, તો ધોધ અને ઝરણાં ફરીથી જીવંત થઈ ગયા છે. ચો તરફ લીલોતરી છવાઈ ગઈ છે, જેના પરિણામે નયનરમ્ય નજારાઓ સર્જાયા છે.