સુરતમાં ભારે વરસાદે બુટલેગરની પોલ ખોલી છે. જેમાં વરસાદને કારણે મોટર સાયકલ સ્લીપ થતા રોડ પર દારૂનો વરસાદ થયો છે. તેમાં સચિન પોલીસ મથકની હદનો દારૂનો વીડિયો સામે આવ્યો છે. આ રીતે દારૂ રેડાતા સ્થાનિકોએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.