વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ બેકાબુ બની રહી છે. અહી પાણીના પ્રચંડ પ્રવાહમાં અનેક લોકો ફસાયા છે. અહીં NDRFની ટીમ દ્વારા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આકાશી આફત સામે લોકોનો જળ સામે જંગ ચાલી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.