અમદાવાદ શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. તેમાં શાયોના સિટી, ઘાટલોડિયા, ચાંદલોડિયા, અખબાર નગર,
ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ધીમી ધારે શરૂ થયેલો વરસાદ હવે ધોધમાર થયો છે. જેમાં બોડકદેવ, વસ્ત્રાપુર, શિવરંજીની, ઇસ્કોનમાં વરસાદી પાણી ભરાવાની
શરૂઆત થઇ છે.
અખબાર નગર, ગોદરેજ ગાર્ડન સિટીમાં પાણી ભરાયા
અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી ધીમીધારે શરૂ થયેલો વરસાદ ધોધમાર રીતે શરૂ થયો છે. અગાઉ રવિવારે સવારે 6 વાગ્યાથી
સોમવાર સવારે 5 વાગ્યા સુધી અમદાવાદમાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરના ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણ વાળી તમામ
સોસાયટીઓમાં ઘરોમાં કમર સુધીનુ પાણી હતા. છેલ્લા 3 દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ થયો છે. અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ જતા બીઆરટીએસ રુટ પણ
બંધ કરી દેવો પડ્યો છે.