¡Sorpréndeme!

વલસાડમાં જુલાઈ મહિનામાં વરસાદે 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો

2022-07-13 181 Dailymotion

ગુજરાતમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે, ત્યારે આ સપ્તાહમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે અને રાજ્યના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં વરસાદે છેલ્લા 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.