અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરપાડામાં ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે. જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી રહી છે. હાલ ઉમરપાડા તાલુકા પંચાયત કચેરી જતા માર્ગ પર પાણી ભરાતાં કાર, ટેમ્પો અને બાઈક ફસાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.