¡Sorpréndeme!

મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા, બોડેલીમાં આભ ફાટ્યુ

2022-07-10 264 Dailymotion

મધ્ય ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. જેના પગલે જળ બંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં સૌથી વધુ 20 ઈંચ, પાવી જેતપુર અને ક્વાંટમાં 12.7-12.7 ઈંચ, છોટા ઉદેપુર તાલુકામાં 10.2 ઈંચ વરસાદ પડયો હતો.