¡Sorpréndeme!

રાજકોટના ડેમોમાં નવા નીરની આવક: ડેમની જળ સપાટી ઉંચી આવી

2022-07-09 580 Dailymotion

ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાના ડેમોમાં નવા નીરનું આગમન થયું છે. રાજકોટ જિલ્લાના આજી, ન્યારી અને ભાદર ડેમમાં નવા નીરની આવક થતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. મળતી માહિતી અનુસાર આજી-1 ડેમમાં 7 દિવસ અને ન્યારી-1 ડેમમાં 8 દિવસનો જળસંગ્રહ ઠલવાયો છે જ્યારે ભાદર ડેમમાં 32 દિવસના પાણીના જથ્થાની આવક થઇ છે.