¡Sorpréndeme!

આર્થિક સંકટનો સામનો કરી રહેલુ શ્રીલંકા

2022-07-07 85 Dailymotion

શ્રીલંકામાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ભોજનની સાથે-સાથે લોકોને દવાઓ અને પેટ્રોલ અને ડીઝલ માટે પણ સંઘર્ષ કરવો પડે છે. દરમિયાન શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે, શ્રીલંકા નાદારીમાં છે કારણ કે, દાયકાઓ બાદ દેશ તેની સૌથી ખરાબ નાણાકીય કટોકટી સામે ઝઝૂમી રહ્યો છે, લાખો લોકોને ખોરાક, દવા અને બળતણ ખરીદવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.