¡Sorpréndeme!

નર્મદા જિલ્લામાં વરસાદથી મોહન નદીમાં પૂર, અનેક ગામો સંપર્ક વિહોણા

2022-07-06 287 Dailymotion

હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

જિલ્લાના સાગબારા જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ગારદા અને મોટા જાંબુડામાંથી પસાર થતી મોહન નદીમાં ઘોડાપૂર આવ્યું છે.