દીવમા એક નશાખોરે આખલાની સવારી કરી છે. જેમાં નાશાની હાલતમાં આ નશાખોર વ્યક્તિએ આખલા પર બેસી વીડીયો ઉતાર્યો છે. તેમાં તાજેતરમાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
એક તરફ આખલાઓના યુદ્ધમાં ઘણા લોકોના જીવ ગયા છે. અને વ્યાપક લોકોને ગંભીર ઈજોઓ પણ પહોંચી છે. ત્યારે એક દાખલો બેસાડતો વીડિયો દીવમાંથી વાયરલ થયો છે.
જેમાં શીખ મળે છે હંમેશા કોઈપણ પ્રાણી જીવને આપણે હેરાન કરી એ તે પછી આપણે હેરાન થવાનો વારો આવે છે. ત્યારે નશાની હાલતમાં ધુત આ દારૂડીયો જાણે બાહુબલીનો ભલાલ દેવ
હોય તેમ સમજી રહ્યો છે. સદનસીબે દારૂડીયાના નસીબ સારા કે ખુટીયો ગુસ્સે ના થયો.