એક તરફ સમગ્ર રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહ્યી છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે વરસાદી પાણી અને કચરાની સાફ-સફાઈ કરાવી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અંગે શાળાના શિક્ષકોને પૂછવામાં આવતા તેઓએ સફાઈ કામદાર નહિ આવ્યો હોવાથી બાળકો પાસે સફાઈ કરાવી હોવાની કબૂલાત કરાવી હતી.