¡Sorpréndeme!

મેઘરાજાની એન્ટ્રી બાદ ડાંગનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

2022-07-02 553 Dailymotion

ગુજરાતનું સ્વર્ગ ગણાતા ડાંગમાં ચોમાસાને લઇને કંઇક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. ડાંગનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. આ એવી જગ્યા છે જ્યાં કુદરતની નજીક રહ્યા હોય તેવી લાગણી થાય. ત્યારે વરસાદને લઇને ડાંગના અદભૂત દ્રશ્યો સામે આવ્યા છે. ડાંગના આહવા, વઘઈ, સુબિર અને સાપુતારામાં વરસાદ પડી રહ્યો છે. ધીમીધારે વરસાદ થતા ડાંગમાં આહલાદ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે.