હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે.