મહારાષ્ટ્રના મુંબઈ શહેરના કુર્લા વિસ્તારમાં મંગળવારે એક 4 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. બચાવ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. NDRF એ આ વાતની પુષ્ટિ કરી છે. દુર્ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પ્રશાસન લોકોને બચાવવા માટે બચાવ અભિયાન ચલાવી રહ્યું છે.