મહારાષ્ટ્રમાં ચાલી રહેલું રાજકીય સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આજે પણ દિવસભર મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ જોવા મળી. એક તરફ આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં એકનાથ શિંદેને રાહત મળી છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર નેતાઓ પર એક્શન લેતા એકનાથ શિંદે સહિત તમામ મંત્રીઓને તેમના પદેથી હટાવી દીધા છે.