અમદાવાદમાં બાલ્કનીની દીવાલ ધરાશયી થઇ છે. જેમાં ગઈકાલે પડેલ વરસાદ બાદ જર્જરિત દીવાલ ધરાશયી થઇ છે. તેમજ ગુરુકુળ વિસ્તારના આમ્રકુંજ એપાર્ટમેન્ટની ગેલેરી પડી ગઇ
હતી. જેમાં ત્રણ માળની ગેલેરી ધરાશયી થતા ભાગદોડ થઇ હતી. તેમાં ગેલેરી પડતા 5 મહિલાઓને ફાયર વિભાગે બહાર કાઢી હતી.
નાના મોટા મળીને કુલ 103 વૃક્ષો ધરાશાયી થયા
ઉલ્લેખનીય છે કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. જેમાં કોર્પોરેશને મકાન જર્જરિત હોવાની નોટિસ આપી હતી. તેમાં તંત્રએ મકાનો ખાલી કરાવ્યા હતા. રવિવારે સાંજે વરસાદે
અમદાવાદમાં તોફાની બેટિંગ કરી હતી, ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદે ભારે તબાહી મચાવી હતી. આખા અમદાવાદનુ ધોવાણ થયુ હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા
મળ્યા છે. ગત સાંજે વાવાઝોડા પડેલા વરસાદ દરમ્યાન અમદાવાદમાં નાના મોટા મળીને કુલ 103 વૃક્ષો ધરાશાયી થયા છે. જોકે, હજી આંકડો વધી શકે તેવુ કોર્પોરેશનનુ કહેવુ છે. તો
સાથે જ અનેક વાહનોને પણ નુકસાની થઈ છે.
રોડ બેસી જવાની ઘટનાઓ પણ સામે આવી
જેમાં પ્રથમ વરસાદે અમદાવાદ તંત્રની ખોલી પોલ ખોલી હતી. ભારે પવનના કારણે શહેરમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા. તો અનેક જગ્યાએ પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ હતી.
એક જ વરસાદ બાદ શહેરની તસવીરો બદલાઈ ગઈ હતી. ઝાડ પડવાના સિલસિલા બાદ હવે રોડ બેસી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. તથા ગઈકાલે પડેલ વરસાદ બાદ જર્જરિત
દીવાલ ધરાશયી થઇ છે. તેમજ ગુરુકુળ વિસ્તારના આમ્રકુંજ એપાર્ટમેન્ટની ગેલેરી પડી ગઇ હતી. જેમાં ત્રણ માળની ગેલેરી ધરાશયી થતા ભાગદોડ થઇ હતી. તેમાં ગેલેરી પડતા 5
મહિલાઓને ફાયર વિભાગે બહાર કાઢી હતી.