¡Sorpréndeme!

અમદાવાદમાં સમી સાંજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

2022-06-26 260 Dailymotion

અમદાવાદમાં લાંબા વિરામ બાદ આજે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તોફાની પવન સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદના પગલે શહેરીજનોની મુશ્કેલી વધી હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે શહેરમાં 50થી વધુ ઝાડ પડવાના બનાવો સામે આવ્યા હતા. અનેક ઠેકાણે રસ્તા પર ઝાડ પડતા રસ્તો બ્લોક કરવાની ફરજ પડી હતી. હાલ તો બ્લોક થયેલા રસ્તાઓ ખુલ્લા કરવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી છે.