મહારાષ્ટ્રનું રાજકારણ સતત ગરમાઇ રહ્યું છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 46 ધારાસભ્યો સુરતની હોટેલમાં રોકાણ કર્યું હતું. ત્યારે શિવસેનાના વધુ 1 MLA સુરત પહોંચી ગયા છે અને હવે તે સુરતથી તેઓ ગુવાહાટી જવા માટે નીકળી ગયા છે. એવું લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર સુરત છે.