¡Sorpréndeme!

ઉપરવાસમાં વરસાદના કારણે અરવલ્લીની હાથમતી નદી બે કાંઠે, તંત્ર એલર્ટ

2022-06-22 1 Dailymotion

અરવલ્લી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ સારો એવો વરસાદ નોંધાયો છે. જેના પગલે ભિલોડાની હાથમતી નદીમાં સિઝનમાં પ્રથમ વખત પાણી આવ્યું છે. રાજસ્થાન અને વિજયનગરમાં પણ સારો વરસાદ વરસતા નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી હાથમતી નદી બન્ને કાંઠે વહેતી થઈ ગઈ છે. નદીમાં પાણીનો પ્રવાહ જોતા મામલતદારે તંત્રને સાવચેત રહેવાની સૂચના આપી છે. આ સાથે જ નાગરિકોને નદી કિનારાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.