¡Sorpréndeme!

‘ધૂમ...ધૂમ...!’ગાંધીનગરમાં કાર ચાલકના સ્ટંટનો વીડિયો વાયરલ

2022-06-18 2,852 Dailymotion

વાહન હંમેશા સાવધાની પૂર્વક ચલાવવું જોઈએ, નહીં તો તમે દુર્ઘટનાનો ભોગ બની શકો છે. આવી વાતો તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ, આમ છતાં કેટલાક લોકોને તેનાથી કોઈ ફર્ક નથી પડતો. સ્ટંટ કરવો કેટલો જીવલેણ નીવડી શકે છે તેનાથી સૌ કોઈ વાકેફ હોય છે. કેટલાક લોકો સ્ટંટ કરવાના ચક્કરમાં પોતાનો જીવ પણ ગુમાવી દેતા હોય છે. આમ છતાં ગાંધીનગરના રામકથા મેદાનમાં કારના સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ગાંધીનગરના સેક્ટર 11માં આવેલા રામકથા મેદાનમાં એક કારચાલક પુરપાટ પોતાનું વાહન દોડાવીને સ્ટંટ કરતો જોવા મળે છે. જેના કારણે કારની પાછળ-પાછળ ધૂળના ગોટા ઉડતા જોઈ શકાય છે.