ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. જો કે આ મેઘ મહેર ક્યાંક કહેર બનીની તૂટી છે. વરસાદી માહોલ જામતા એક તરફ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બીજી તરફ દેશના પૂર્વ વિસ્તારમાં આવેલા આસામના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે અંદાજે 8 હજાર જેટલા લોકો અસરગ્રસ્ત થયા છે.