ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. સિઝનનો પ્રથમ વરસાદ તંત્રના પાપના કારણે આશીર્વાદની જગ્યાએ આફત બની રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો છે. રાજકોટમાં અડધા ઈંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.