¡Sorpréndeme!

બોરસદમાં ભારે જુથ અથડામણ, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

2022-06-12 706 Dailymotion

બોરસદમાં મોડી રાત્રે કોમી તોફાન ભડકયું છે. છેલ્લા બે દિવસથી ચાલતી અજંપાભરી શાંતિ અંતે શનિવારની મોડી રાત્રી સમયે પથ્થરબાજી અને છરીબાજીમાં પરિણમી છે. ચાર નાગરિક અને એક પોલીસ જવાન સહિત કુલ પાંચ વ્યક્તિ પણ આ કોમી તોફાનમાં ઘાયલ થયા છે. પોલીસ દ્વારા કોમી તોફાનને અંકુશમાં લેવા સખ્તાઈ સાથે ટીયરગેસ સેલ અને રબરની ગોળીઓ છોડી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે. 16 જેટલા શખ્સોની પોલીસે અટકાયત કરી છે. હાલ રેન્જ આઈજી , ખેડા પોલીસની ટીમ, એસ.આર.પીની ટુકડીઓ સહિત પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે.