ભાવનગરમાં ટ્રાફિક પોલીસની મનમાની સામે આવી છે. શહેરમાં નો પાર્કિંગ ઝોન સિવાયના વિસ્તારોમાં ગાડી પાર્ક કરવા પર ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસુલવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. શહેરના 4 અલગ અલગ જગ્યાએ નો પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યા છે. તેની આસપાસનો વિસ્તાર હાલ “નો પાર્કિંગ ઝોન”માંથી મુક્ત કરવામાં આવ્યો છે તેમ છતાં અહીંયા ટ્રાફિક પોલીસ દ્વારા ગાડીઓને દંડ ફટકારવામાં આવે છે.