¡Sorpréndeme!

અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં મોતનો લાઈવ વીડિયો

2022-06-09 149 Dailymotion

અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં મોતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં આધેડનું ખાનગી હોસ્પિટલમાં તડપી તડપીને મોત થયુ છે. તેમાં આધેડના પરિવારજનોએ સોશિયલ

મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. જેમાં વીડિયો બાપુનગરની નારાયણી હોસ્પિટલનો હોવાનો દાવો છે. તેમજ ઑક્સિજન વિના તડપી તડપીને મોત થયુ છે તેમ પરિવારજનો જણાવી

રહ્યા છે. તથા ડોક્ટર બેઠા હોવા છતાં સારવાર કરવામાં આવી ન હતી. જેમાં પરિવાર દ્વારા આજીજી કરવામાં આવી રહી છે છતાં સારવાર કરવામાં આવી નથી તેવું વીડિયોમાં જોવા મળે

છે. માનવતાને લજવાડતી ઘટના છે. તેમાં સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.