બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવતા સતત બીજા દિવસે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ગઈકાલે રાત્રે કાંકરેજ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા. બાજરી, જુવાર જેવા પાકોમાં નુકસાનની ભીતિ છે.