¡Sorpréndeme!

ગુજરાતીમાં પાટિયા લટકાવવાનો આદેશ હવામાં!

2022-05-30 391 Dailymotion

ગુજરાત સરકારે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહે તમામ શહેરોમાં વાણિજ્ય- સેવાકીય સહિતના જાહેર એકમોના પાટિયા, હોર્ડિંગ્સ અને સાઈન બોર્ડમાં ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગ અંગે બાકાયદા ઠરાવ પ્રસિદ્ધ કરીને તેનો અમલ કરવા આદેશ કર્યો હતો. 100 દિવસ વિત્યા પછી પણ તેનો અમલ થઈ શક્યો નથી. આથી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનુ મોરડિયાને કોર્પોરેશનથી લઈને પાલિકાઓને પત્ર લખીને 'ગુજરાતી ભાષા'નો ફરજિયાત ઉપયોગ કરવા આદેશ કરવો પડયો છે.