સુરતમાં કામરેજના લસકાણા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની વધ ઘટનો કેમ્પ યોજાયો હતો પરંતુ શિક્ષક મહાસંઘે આરોપ મુક્યો છે કે, આ કેમ્પમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા છે. જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામ આરોપોને ફગાવી દીધા છે. શિક્ષક મહાસંઘે આરોપ મુક્યો છે કે, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકોની વધ ઘટની યાદી જાહેર કરવામાં આવી નહોતી. સોમવારે 11 થી 5 વાગ્યા સુધી કચેરીએ જઈને રાહ જોઈ હોવા છતાં યાદી આપવામાં આવી નહોતી.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 25 જિલ્લાઓમાં આ કેમ્પ યોજાઈ ગયો છે, અને તમામ જિલ્લાઓમાં 5 દિવસ અગાઉ શિક્ષકોની વધઘટની યાદી જાહેર કરવામાં આવી હતી.