ભારતમાં ભૂવનેશ્વરી માતાના માત્ર બે જ મંદિરો આવેલા છે જેમાનુ એક મંદિર સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર સ્થાપિત છે...સૌરાષ્ટ્રના ગોંડલમાં આવેલ છે દેવી ભૂવનેશ્વરીનું ધામ.. ગોંડલ ભુવનેશ્વરી પીઠ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વૈશાખ વદ પાંચમ 25 મે 1946ના રોજ આચાર્ય ચરણતીર્થ મહારાજ અને લલીતાબાના હસ્તે કરવામાં આવી હતી...આ મંદિર પર ભકતો અપાર આસ્થા ધરાવે છે તો આવો દર્શન કરીએ આ પવિત્ર મંદિરનાં..
મા ભુવનેશ્વરી છે ચૌદ ભુવનની દેવી...બ્રહ્માંડની એટલે કે ભુવનની ઉત્પતિ વખતે બ્રહ્માજીએ પણ જેનું સ્મરણ કર્યુ તેવાં મા ભુવનેશ્વરી દેવીને આજનો ભજવાનો દિવસ છે..ત્યારે જાણીએ તેમને રીઝવવાનાં કેટલાક શાસ્ત્રીય ઉપાય