સુરત વીઆર મોલ સામે લોકોના આરોગ્ય સામે ચેળા થતી ઘટના સામે આવી છે. જેમાં મુસ્તાક અમદાવાદી તવાફ્રાય ખાતે ભોજનમાંથી ઈયળ નિકળી છે. વેજ ફ્રાઈરાઈઝની ફુટ આઈટમ
માંથી ઈયળ નિકળતા ગ્રાહક દ્વારા રેસ્ટોરન્ટના મેનેજરને ફરિયાદ કરી હતી. ત્યારે મેનેજરે જવાબ આપ્યો હતો કે તમારે ખાવું હોય તો ખાઇ જા જવા દેવું હોય તો જવા દે. તેથી ગ્રાહક દ્વારા
ઈયળનો વીડિયો બનાવી વાયરલ કરાયો છે. તથા SMC ફૂડ વિભાગ સામે સવાલ ઉભા થયા છે. તેમાં ગ્રાહક દ્વારા SMC આરોગ્ય વિભાગ અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાની
તજવીજ હાથ ધરાઈ છે.